ફેસ ઓફ નેશન, 29-04-2020 : અમદાવાદમાં કોટ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી ગયા છે. જેને લઈને શહેરની અતિ મહત્વની મનાતી એવી ક્રાઇમ બ્રાન્ચને કોટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહીત કર્મચારીઓ સતત વિસ્તારમાં લોકડાઉનનો ભંગ ન થાય તે હેતુથી ફરજ બજાવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે ક્રાઇમબ્રાન્ચના એક પીએસઆઈને કોરોના પોઝિટિવ નોંધાયો છે. હાલ આ પોલીસ કર્મચારીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
કોરોનાના વધતા કેસોએ ડોકટરો, પોલીસ કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફના લોકો પણ પોઝિટિવ નોંધાયા છે. ઘણા પોલીસ કર્મચારીઓ, ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સારવાર બાદ સ્વસ્થ પણ થઇ ગયા છે. તેવામાં આજે વધુ એક પોલીસ વિભાગમાં નોંધાયો છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇને તેમની ફરજ દરમ્યાન ચેપ લાગ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?