Face Of Nation 23-03-2022 : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.6 કિલો સોના સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. DRI અમદાવાદના અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓએ સરદાર વલ્લભ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3 મુસાફરો (2 પુરૂષ અને 1 મહિલા)ને અટકાવ્યા, જેઓ 20મીના રોજ દુબઈથી અમદાવાદ આવી રહ્યા હતા. DRIએ પેહલા મુસાફરોની પૂછપરછ કરી તો તેઓએ સોનું હોવાનો ઇનકાર કર્યો હતો.જોકે, ડીઆરઆઈ અધિકારીઓને તેમના શરીરમાં દાણચોરીનું સોનું છુપાવવામાં આવ્યું હોવાની શંકા હતી.
ઈંડાની સાઇઝની બ્લેક કોટેડ કેપ્સ્યુલ મળી
તમામ મુસાફરોએ દાણચોરીનો માલ શરીરમાં છુપાવ્યો હોવાનું કબૂલ્યું હતું. ત્યારપછી, મુસાફરોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ મુસાફરોના શરીરમાંથી પેસ્ટ સ્વરૂપમાં સોનું ધરાવતી 9 ઈંડાની સાઇઝની બ્લેક કોટેડ કેપ્સ્યુલ મળી આવી હતી. એક્સરે કરતા તપાસમાં એક પુરુષ મુસાફરના શરીરમાં છુપાયેલી બે વધુ કેપ્સ્યુલ મળી આવી હતી. જે પછીથી પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી. તો બીજી તરફ 1.40 કરોડની બજાર કિંમત ધરાવતી 2661.800 ગ્રામની 11 કેપ્સ્યુલ્સ અને 99% શુદ્ધતાનું સોનું ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે, ત્રણેય મુસાફરો સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).