Home Gujarat નકલી પોલીસ રોફ; અમદાવાદમાં પાથરણા વાળા યુવકને ‘અમે પોલીસ વાળા છીએ,ચાલ બાઈક...

નકલી પોલીસ રોફ; અમદાવાદમાં પાથરણા વાળા યુવકને ‘અમે પોલીસ વાળા છીએ,ચાલ બાઈક પાછળ બેસી જા’ તેમ કહીને પડાવ્યાં 5,000 રૂપિયા!

Face Of Nation 17-04-2022 : પાથરણા ચલાવીને ગુજરાન કરનાર યુવક ચાલતો જતો હતો ત્યારે તેને 2 બાઇક ચાલકે આવીને પોલીસ તરીકે ઓળખાણ આપીને બાઇક પર લઈ ગયા બાદમાં રસ્તામાં યુવક પાસેથી 5000 રૂપિયા પડાવી લીધા અને બીજા 10,000 રૂપિયાની માંગણી કરી ત્યારે યુવકે ઘરે પૈસા લેવા જવાનું કહીને પોલીસને જાણ કરતા પોલીસે બાઇક ચાલકમાંથી પાછળ બેસેલા ઇસમની ધરપકડ કરી છે જ્યારે અન્ય ઇસમ ફરાર થઇ ગયો છે.
યુવકને લાફા મારી ફોન લઈ લીધો
શહેરમાં પાનકોર નાકા પાસે ચશ્માનો પથારો લગાવીને ગુજરાન ચલાવતા રિઝવાન નામનો યુવક ગઈકાલે રાત્રે તેના મિત્રના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ઢાલગરવાડ પહોંચતા 2 અજાણ્યા ઈસમો બાઈક લઈને તેની પાસે આવીને ઊભા રહી ગયા હતા અને કહ્યું કે, અમે પોલીસ વાળા છીએ ચાલ અમારા બાઈક પર બેસી જા કહી ને પકડીને યુવકને પોલીસ સ્ટેશન લઇ જવાનું કહ્યું. જે બાદ બાઇક જમાલપુર તરફ સુમસામ જગ્યા પર લઇ ગયા હતા અને યુવકને બાઈક પરથી ઉતારીને લાફા મારીને તેનો મોબાઈલ ફોન લઈ લીધો જે બાદ મોબાઈલ નું લોક ખોલી ને તેમાં ફોન પે એપ્લિકેશન દ્વારા બેંક બેલેન્સ ચેક કર્યું ત્યારે બેંકમાં 11000 રૂપિયા હતા.
10 હજાર આપ તો તારો ફોન પાછો આપીશું
જે બાદ નજીકમાં એક મોબાઈલ રિચાર્જ ની દુકાન હતી ત્યાં જઈને ત્યાંથી 5,000 ફોન પે કરીને પાંચ હજાર રોકડા લઈ લીધા હતા. યુવક પાસેથી અન્ય કંઈ ન મળતાં યુવકને કહ્યું કે, તું અમને બીજા દસ હજાર રૂપિયા આપી દે તો અમે તારો મોબાઈલ પાછો આપી દઇશું. જેથી યુવક કહ્યું કે મારા ઘરે 10,000 રૂપિયા પડ્યા છે એ હું તમને આપી દઈશ. જે બાદ યુવકને તેના ઘર તરફ લઈને આવ્યા ત્યારે યુવકે આ અંગે નજીકના દુકાનદારને જણાવ્યું જેથી દુકાનદાર યુવકને લઈને કારંજ પોલીસ સ્ટેશન ગયો અને તેની સાથે બે પોલીસકર્મીઓ પણ આવ્યા હતા.
બે ઈસમોમાંથી એક ઈસમ નાસી ગયો
યુવકની સાથે અન્ય લોકોને જોઈને બાઈક પર આવેલા બે ઈસમો માંથી એક ઈસમ નાસી ગયો જ્યારે અન્ય બાઇક ચલાવનાર ઈસમ ભાગી રહ્યો હતો તેને પોલીસે પકડી પાડયો હતો.​​​​​​​ રિજવાને બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો.પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી હતી જેનું નામ શાહરુખ શેખ હતું જ્યારે અન્ય ફરાર થઈ ગયેલ આરોપીનું નામ અનિશ ટાંકી હતી.પકડાયેલ આરોપી પાસેથી 2500 રોકડ તથા મોબાઈલ ફોન મળી આવ્યો હતો જ્યારે અન્ય આરોપી 2500 લઈને નાસી ગયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).