Face Of Nation:અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારથી વરસાદે મંડાણ કર્યા હતા..રાતે 8 વાગ્યા સુધી ઝરમર વરસાદ બાદ રાતે 9 વાગ્યાથી અવિરત વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સાર્વત્રિત વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં હાર હંમેશની જેમ ઠેર ઠેર પાણી ભરાયા હતા…ખાસ કરીને ઇસ્કોન બ્રીજથી લઇને સરખેજ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે પાણી ભરાવાથી લઇને ટ્રોફિકજામ જેવી સમસ્યા સર્જાઇ છે.
શહેરના સાબરમતી, ચાંદખેડા, ગોતા, મોટેરા, રાણીપ, થલતેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે પર વરસાદને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો તો અનેક નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી ભરાયા છે.હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.શહેરના સાબરમતી, ચાંદખેડા, ગોતા, મોટેરા, રાણીપ, થલતેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે પર વરસાદને લઈ ટ્રાફિક જામ સર્જાયો છે અને અનેક નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી ભરાયા છે.શહેરમાં 8 જૂલાઈના સાંજના 4 વાગ્યાથી 9 જૂલાઈના સાંજના ચાર વાગ્યા દરમિયાન સરેરાશ 33 મિ.મિ. એટલે કે લગભગ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં પૂર્વ ઝોનમાં 33 મિ.મિ., પશ્ચિમ ઝોનમાં 26 મિ.મિ., ઉત્તર પશ્ચિમ ઝોનમાં 30 મિ.મિ., દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 47.50 મિ.મિ., મધ્ય ઝોનમાં 28 મિ.મિ., ઉત્તર ઝોનમાં 32 મિ.મિ. અને દક્ષિણ ઝોનમાં 37 મિ.મિ. વરસાદ પડ્યો છે.સવારના 8થી 12 વાગ્યા દરમિયાન સરખેજમાં 35 મિ.મિ., બોડકદેવમાં 20 મિ.મિ., મણિનગરમાં 15 મિ.મિ. ગોતામાં 15 મિ.મિ., વટવામાં 15 મિ.મિ. અને ઓઢવમાં 15 મિ.મિ. વરસાદ પડ્યો છે.વાસણા બેરેજનું લેવલ 128.50 ફૂટ અને નર્મદા મુખ્ય કેનાલમાંથી 1,570 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. શહેરના નારોલ, નરોડા, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, ઓઢવ, વટવા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.