Face Of Nation, 13-08-2021: પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ઢોંગી બાબાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુટુંબમાં થતા ઢોંગી બાબાની બ્લેકમેઈલીંગથી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે બન્ને પક્ષો વચ્ચે થયેલી અઠડામણને લઈને ક્રોસ ફરિયાદ નોંધી છે.
પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ઢોંગી બાબાએ તેની સાથે શરીર સુખની માંગ કરીને કહયુ આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. જુહાપુરા વિસ્તારમા રહેતી એક પરણિતાને સંતાન પ્રાપ્તિ માટે ઢોંગી બાબાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. ઢોંગી બાબાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો.
યુવતીએ ઢોંગી બાબાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ઢોંગી બાબા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશન માં કહેવાતો ભુવો ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.
જુહાપુરાની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી ઢોંગી બાબા ઇમ્તિયાઝ હુસૈન શેખ સંપર્કમા આવ્યા.આ ઢોંગી બાબાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.અને સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. યુવતીની વાત સાંભળીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે તારે બાળકોના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી