Face Of Nation, 17-11-2021: રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થશે.સાથે પવનની ગતિ તેજ રહેશે.18 અને 19 નવેમ્બરનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સુરત,તાપી,વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ ,આણંદ, દાહોદ,પંચમહાલ જિલ્લામાં 40 કિલોમીટર મીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે.
વરસાદી માવઠાંનીસંભાવનાને કારણે શિયાળુ પાકને નુક્શાન થઇ શકે છે. વરસાદી માહોલને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતો હાલમાં પાકની સ્થિતિને લઇને ચિંતામાં છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન હતું કે નવેમ્બર મહિનામાં વાતાવરણ વારંવાર પલટો આવશે.અને પશ્ચિમી વિક્ષેપના કારણે કમોસમી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું હતું.જો કે વાતાવરણ પલટાના કારણે જીરુંના પાકને અસર પડશે.વિપરીત હવામાનના કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)