Home Uncategorized અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર, સાઉથ ઝોનના આ વિસ્તાર આવ્યા આટલા કોરોના...

અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર, સાઉથ ઝોનના આ વિસ્તાર આવ્યા આટલા કોરોના કેસ

Face Of Nation, 11-11-2021: અમદાવાદીઓ હવે સાવધાન થઈ જજો. તહેવારોમાં સરકાર તરફથી મળેલી છૂટછાટ હવે ધીમે ધીમે પોતાનો રંગ દખાડવા લાગી છે. આજે અમદાવાદમાં 14 કેસ નોંધાતા તંત્રનો જીવ અધ્ધર થયો છે. ગઈકાલે 16 અને આજે નવા 14 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇસનપુરના 20 ફ્લેટના 85 રહીશો માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમણના નવા કેસ સામે આવવા લાગ્યા છે. જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લાંબા સમયબાદ અમદાવાદમાં કેટલીંક સોસાયટીઓને માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. આજે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં એક વિસ્તારને માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરવાની ફરજ પડી છે. ઈસનપુરના દેવ કાસલ ફ્લેટને માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા છે. આ ફ્લેટના 20 ઘરના 85 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)