Home Gujarat નવી સુવિધા : અમદાવાદના શહેરીજનોને ઝડપથી મળશે મેટ્રો રેલની સુવિધા, પ્રથમ તબક્કાનું...

નવી સુવિધા : અમદાવાદના શહેરીજનોને ઝડપથી મળશે મેટ્રો રેલની સુવિધા, પ્રથમ તબક્કાનું 82 ટકા કામ પૂર્ણ

Face Of Nation 27-03-2022 : અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે પૂર્ણ થશે. મેટ્રો રેલ આ વર્ષે જ દોડવા લાગશે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયાએ આ માહિતી વિધાનસભામાં આપી હતી. મંત્રી મોરડિયાએ જણાવ્યું હતું કે અગ્રતાના ધોરણે વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિમીના રૂટ પર મેટ્રો રેલ કામ કરી રહી છે. જ્યારે બાકીની લંબાઈનું 82 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. મેટ્રોમાં ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ ગામનો 20.91 કિલોમીટરનો અને વાસણાના APMCથી મોટેરા સુધી 19.12 કિલોમીટર વિસ્તારનો સમાવેશ કરાયો છે.
મેટ્રોમાં કુલ 32 રેલવે સ્ટેશન હશે
ફેઝ-1ના સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશનમાં વાસણા એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીઆશ્રમ, સ્ટેડિયમ, જુની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, સાબરમતી, મોટેરા સ્ટેડિયમ, વસ્ત્રાલ, નિશંત પાર્ક, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલપાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન, શાહપુર, સ્ટેડિયમ, કોમર્સ છ રોડ, ગુજરાત યુનિવર્સિટી, ગુરૂકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ રેલ્વે સ્ટેશન બનશે. આમ, મેટ્રોમાં કુલ 32 રેલવે સ્ટેશન હશે. જેમાં 28 એલિવેટર અને 4 અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
પ્રોજેક્ટના ફેઝ-1માં 40 કિમી રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવાશે
પ્રોજેક્ટના ફેઝ-1માં 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવાશે. જેમાં અપ અને ડાઉન ટ્રેન માટે જમીનથી લગભગ 18 મીટર નીચે બે ટનલ તૈયાર છે. બંને ટનલને દર 50 મીટરના અંતરે પેસેજથી જોડવામાં આવી છે, જેથી આકસ્મિક સમયે લોકો સરળતાથી આ પેસેજ દ્વારા બહાર નીકળી શકશે. બંને ટનલ વચ્ચે 6.5 મીટરનું અંતર હશે. ટનલની અંદરનો ડાયામીટર 5.8 મીટર અને બહારનો ડાયામીટર 6.35 મીટર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).