Home News અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે...

અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે જાણો આ હકીકત, Video

ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 06-05-2020 : ગુજરાતનું કોરોના કેન્દ્ર બન્યું હોવાનો સિક્કો લાગેલા અમદાવાદની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. સતત વધતા જતા કેસોને લઈને તંત્રની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેમ છે. તેવામાં સરકારે આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી કમિશનર વિજય નેહરાને હોમ ક્વોરેન્ટાઇન થતા જ ચાર અધિકારીઓની ટિમ ઉતારી દીધી છે. આ ચાર અધિકારીઓ ગુજરાત સરકારમાં પણ મહત્વની કામગીરી અને પદ સંભાળે છે. અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જયારે આ ચાર અધિકારીઓ મેદાને ઉતર્યા છે ત્યારે તેમના વિષે જાણવું જરૂરી છે. આ ચારેય અધિકારીઓ સરકારની ગુડબુકમાં છે.
અનિલ મુકીમ : 1985 બેચના આ અધિકારી અમદાવાદથી સારી રીતે પરીચીત છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે. અમદાવાદની સાથે સાથે ગુજરાત ઉપર પણ તેમની સારી પકડ છે. જેઓ વહીવટી તંત્ર ઉપર મજબૂત પકડ ધરાવે છે. તેમની ગણના ઈમાનદાર અધિકારીઓમાં થાય છે. તેઓ ભાજપ હાઇકમાન્ડની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના પ્રથમ સચિવ અનિલ મુકીમ બન્યા હતા.નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ તેઓએ અનિલ મુકીમને પણ દિલ્હી તેડાવ્યા હતા પરંતુ ગુજરાતમાં તેમની જરૂરિયાત વધુ લગતા અને મોદીના વિશ્વાસુ હોવાની છાપ ધરાવતા મુકીમને ફરીથી ગુજરાત મોકલી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
કે.કૈલાસનાથન : 1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું હતું. જૂન 2013માં સેવાનિવૃત્ત થયા બાદ તુરંત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી. 2014ની લોકસભા ચૂંટણી બાદ મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઇ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાશનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ 2016થી ડિસેમ્બર 2017 અને ડિસેમ્બર 2017થી ડિસેમ્બર 2019 સુધીનું એક્સટેન્શન અપાયું હતું. 33 વર્ષ સુધી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે કામ કર્યાં બાદ આ વધુ સાડા છ વર્ષના સમયગાળા માટે કૈલાસનાથને કામ કર્યું છે. સત્તાના ગલિયારામાં કેકેના હુલામણા નામથી ઓળખાતા કૈલાસનાથન પાસે હાલ ઘણી મહત્ત્વના ખાતાની કામગીરીઓ છે.
રાજીવકુમાર ગુપ્તા : 1986 બેચના ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા પણ સરકારની ગુડ બુકમાં છે. ગાંધીનગરમાં કોરોના મામલે સરકારે તેમને જવાબદારી સોંપી હતી. જેને લઈને સમગ્ર ગાંધીનગરમાં કોરોનાને ફેલાવતો અટકાવવામાં તેમની રણનીતિ મજબૂતાઈથી કામ કરી ગઈ. આજે ગાંધીનગરમાં કેસો નોંધાય છે પરંતુ તે નહિવત પ્રમાણમાં છે. ગાંધીનગર પોલીસની કડકાઈ અને તંત્રની રણનીતિએ કોરોનાને ગાંધીનગરને બાનમાં લેવા દીધું નથી. તેમની કામગીરીથી સરકારે પ્રભાવિત થઈને અમદાવાદની જવાબદારી પણ સોંપી છે.
મુકેશકુમાર : 1996 બેચના આ અધિકારી અગાઉ અમદાવાદના મ્યુ. કમિશનર પદે રહી ચુક્યા છે. તે સમયે તેઓએ આવતા વેંત જ અમદાવાદમાં એક જ જગ્યાએ ચીપકીને બેઠેલા અધિકારીઓની બદલી કરી નાખી હતી. સાથે જ કામચોર બનેલા કેટલાક કર્મચારીઓને પણ સાઈડ લાઈન કરી દીધાની ચર્ચાઓ ઉઠી હતી. મુકેશકુમાર કડક અધિકારી તરીકેની પણ છાપ ધરાવે છે. જેથી અમદાવાદના ભૂગોળથી વાકેફ આ અધિકારીની કામગીરી પણ નિર્ણાયક બની રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ઉપરોક્ત તમામ અધિકારીઓએ ગઈકાલે જ અમદાવાદમાં મેરેથોન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કેટલાક મહત્વનો નિર્ણયો લેવાની પણ તૈયારી કરી લીધી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/l1pHIn4dfKE

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video