ફેસ ઓફ નેશન, 11-04-2020 : અમદાવાદના નવાવાડજમાં બીજો એક કેસ આજે પોઝિટિવ નોંધાયો છે. સોરાબજી કમ્પાઉન્ડમાં આ કેસ નોંધાયો છે. સોરાબજી કમ્પાઉન્ડના ઉદ્ધવનગરમાં રહેતા એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 55 વર્ષીય આ વ્યક્તિને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. છૂટક મજૂરી કરનારા આ વ્યક્તિને ગઈકાલે જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમનો રિપોર્ટ આજે આવ્યો છે.
નવાવાડજમાં અગાઉ કિરણપાર્કમાં એક કેસ નોંધાયો છે. જેને લઈને અત્યાર સુધી કુલ કેસ બે થયા છે. સોરાબજી કમ્પાઉન્ડને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોને બહાર ન નીકળવા પોલીસે અપીલ કરી છે. કોઈ પણ વ્યક્તિ લોકડાઉનનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ લોકડાઉનના અમલને લઈને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આ વ્યક્તિના પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિકોએ સાવધાન થઇ જવાની તાતી જરૂરિયાત છે. સોરાબજી કમ્પાઉન્ડમાં નોંધાયેલો કેસ છૂટક મજૂરી કરનારનો નોંધાયો છે. જેથી લોકોએ ઘરમાં જ સુરક્ષિત રહેવું વધુ હિતાવહ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ