Home Uncategorized “વડીલોની પડખે અમદાવાદ” અભિયાન શરૂ કરતા નેહરાએ કહ્યું કે, 15 મે સુધી...

“વડીલોની પડખે અમદાવાદ” અભિયાન શરૂ કરતા નેહરાએ કહ્યું કે, 15 મે સુધી અમદાવાદમાં 50 હજાર કેસ હશે

ફેસ ઓફ નેશન, 24-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશને વડીલોની પડખે અમદાવાદ નામનું અભિયાન શરૂ કર્યું છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને દર્દીઓની સંખ્યામાં સિનિયર સીટીઝન વધુ અસરકર્તા છે. કોરોના રોગ કિડની, બ્લડપ્રેશર કે અન્ય કોઈ બીમારી ધરાવનાર વૃદ્ધોને વધુ લાગે છે. AMC કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી કોરોનાના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયા છે કે જેઓને અગાઉ કોઈને કોઈ બીમારી હતી. 17 એપ્રિલે 600 કોરોનાના કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા છે. દર ત્રીજા દિવસે કેસો ડબલ થઇ રહ્યા હતા. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે. અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થાય છે તેના ઉપર કાબુ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે. જેથી કેસ ડબલીંગ આઠ દિવસ સુધી થશે. 15 મેં સુધી થતા 50 હજાર કેસોમાં ઘટાડો થશે. ત્રીજી તારીખે જે કેસ ડબલીંગ રેટ હશે તેના ઉપર કેસ વધારાને આધાર છે. ત્રીજી તારીખ સુધી જેટલો કેસ ડબલીંગ રેટ ઓછો કરી શકીએ તેટલો કરવાનો છે. લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આજે આ અંગે મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, તમામ યુવાનોને હું વિનંતી કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોની સાચવણી કરે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વિડીયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાનો સૌથી સારો વિડીયો બનાવશે તેને હું લોકડાઉન પુરુ થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરી બિરદાવીશ. આપણે મક્ક્મતાથી નિર્ણય લઈએ કે આપણા વડીલોને આ વાઇરસ પરેશાન કરે તેવો સમય આપણે ન આવવા દઈએ. વિજય નેહરાએ મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતી કરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?