ફેસ ઓફ નેશન, 07-05-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જતા આખરે તંત્રએ કડકાઈ દાખવવી પડી છે. સમગ્ર શહેરને તાળાબંધી કરી દેવામાં આવી છે. દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો અને વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી દસ દિવસ સુધી હવે અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
કોરોનાના કારણે અમદાવાદ શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલિટ્રી ફોર્સ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યુ છે. BSF અને અન્ય ટૂકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેરામિલિટ્રી ફોર્સની કંપનીઓ સુરક્ષાની અભેદ્ય કિલ્લાબંધી સાથે સંક્રમિત વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદના રેડ ઝોનમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે 6 BSF અને 1 CISF મળી કુલ 7 વધારાની કંપનીઓ ફાળવી છે. જેમાંથી 5 કંપનીઓ અમદાવાદમાં મૂકવામાં આવી છે. જ્યારે શહેરમાં પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટ્રી સહિત કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ