ફેસ ઓફ નેશન, 11-04-2020 : અમદાવાદના જુહાપુરામાં ગઈ મોડી રાત્રે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો. સ્થાનિક લોકોને ઘરમાં જવાની સૂચના આપતા તેઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જુહાપુરામાં આવેલી અલમદીના મસ્જિદ પાસે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ હુમલાના માસ્ટર માઈન્ડ પિતા-પુત્ર સહીત 23 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
લોકડાઉનના અમલ કરાવવાના ભાગરૂપે વેજલપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન ટોળે વળીને ઉભા રહેલા લોકોને ઘરમાં જવાની સૂચના આપી હતી. જેને લઈને આ ટોળું ઉશ્કેરાયું હતું અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ મામલે રાયોટીંગ સહીત સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે. અત્યાર સુધી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પિતા પુત્ર સહીત 23 જેટલા લોકોની ધરપકડ કરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ