ફેસ ઓફ નેશન, 10-04-2020 : ઇસનપુર પોલીસે ગ્રાહકોની ભીડ થતા દુકાનદારોની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આજે સવારે 8 વાગ્યાના સુમારે બે દુકાનદારો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઇસનપુર ગોવિંદવાડી પાસે ચવાણાનું વેચાણ કરતા દુકાન માલિકે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવતા ગ્રાહકોની ભીડ થઈ ગઈ હતી જેને લઈને પેટ્રોલિંગમાં રહેલી પોલીસે દુકાનદારની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી બાજુ આ જ વિસ્તારમાં જય અંબે પાર્લર નામની દુકાનમાં બિસ્કિટ, ખારી અને ટોસ્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સીનું પાલન કરવામાં ન આવતું હોવાથી ગ્રાહકોની ભીડ જામી હતી જેને લઈને પોલીસે તે દુકાનદારને પણ ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાએ તાજેતરમાં જ દુકાન આગળ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નહીં આવે અને ગ્રાહકોની ભીડ જણાશે તો દુકાનમાલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને આજે અમદાવાદના ઇસનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે