Face Of Nation, 11-08-2021: કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની સામે આવેલી દાદાગીરી મામલે પોલીસે આ પોલીસકર્મીની જ ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઘટના બાદ ફરિયાદ થતા ઉદયપુર જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સીસીટીવી ફુટેજના દ્રશ્યોમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રોની દાદાગીરી કેદ થઈ છે. એક સિનિયર સીટીઝન એક્ટિવા પર ઘરે પરત ફર્યા ત્યારે તેમને અટકાવીને હુમલો કર્યો હતો. ઘટનાની વાત કરીએ કે કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. જેની અદાવત રાખી ની ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . આ ઘટનાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી જોકે હવે પોલીસે ફરિયાદ નોંધી આ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીની ધરપકડ કરી છે.
દ્રશ્યોમાં દેખાતો આ સસ્પેન્ડેડ પોલીસકર્મી (Police) ભાવેશ રાવલ અગાઉ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો. જોકે આ ઘટના બનતા ફરિયાદ નોંધાઈ અમે ઉદયપુર ભાગી ગયો હતો. બાદમાં ગાંધીનગરમાં CID ક્રાઇમમાંથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલ ની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ રહીસે લગાવ્યો હતો.
માર્ચ માસમાં સોસાયટીના ચેરમેનનું ઇલેક્શન હતું ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શનમાં ઉભા હતા. પરંતુ ઇલેક્શન હારી જતા તેઓએ સોસાયટીના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી હતી. સોસાયટી માં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી, જેની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
સોસાયટીમાં પોલીસ કર્મચારીની દાદાગીરીથી રહીશો પરેશાન હતા જોકે હવે કૃષ્ણનગર પોલીસે આ પોલીસકર્મી ને કાયદાના પાઠ ભણાવતા આગામી સમયમાં તે શાંત રહે છે કે ફરી બદલો લેશે તે સવાલ છે. કેમકે અગાઉ અનેક વાર તે આવી બબાલ કરી ચુક્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)