Face Of Nation, 02-09-2021: અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ PNC વોર્ડ માંથી બાળકીનું અપહરણ થયુ છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
મહિલાને બે દીકરીઓ બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં એક દિવસની નવજાત બાળકીનું અપહરણ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સરસ્વતી પાસી નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને સંતાનમાં બે દીકરી છે, જેના બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. ત્યારે બાળકીના જન્મના ગણતરીના કલાકોમાં જ તેનુ અપહરણ કરાયું છે. સોલા સિવિલના ત્રીજા માળેથી PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરાયું છે. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સોલા સિવિલમાંથી અપહરણ થતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.
તો બીજી તરફ, મહેસાણામાં કોઈએ નવજાત બાળક ત્યજી દેવાનો બનાવ બન્યો છે. મહેસાણાના વડનગર નવા બસ સ્ટેન્ડ પાસે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા આ નવજાત અહીં ત્યજી દેવાયું હોવાની શંકા છે. ત્યારે આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)