Home Crime અમદાવાદનું અમરાઈવાડી બન્યું ગુનાનું હબ , હત્યા અને ગેંગવોર સામે પોલીસ ખાતું...

અમદાવાદનું અમરાઈવાડી બન્યું ગુનાનું હબ , હત્યા અને ગેંગવોર સામે પોલીસ ખાતું નિષ્ફળ!!!!

Face of Nation 07-12-2021: ગુજરાતના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોલીસનો કોઈને ડર ન રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં મોડી રાતે રીતસર ગેંગવોર જેવી પરિસ્થિતિ સર્જાઈ અને ગુનેગાર હજી સુધી પકડાયા નથી. બીજીતરફ આજ વિસ્તારમાં એક યુવકની હત્યાં થઈ છે. એક જ દિવસમાં બે ગુના બનતા પોલીસ નબળી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી છે અને આરોપીને પકડવા પ્રયાસ કરી રહી હોવાનો દાવો કરી રહી છે.

ગેંગવોરની બનેલી ઘટના બાદ રાત્રે 9 વાગ્યે હાટકેશ્વર સર્કલ પાસે કિરણ સોલંકી નામના યુવક પર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ચપ્પા ના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તપાસ કરતા હત્યા કરવા પાછળનું કારણ મૃતક કિરણ ગેસ સિલિન્ડર એજન્સીમાં નોકરી કરે છે અને કિરણના પાડોશમાં રહેતો સગીર ગેસ સિલિન્ડર ફ્રીમાં માંગવા આવ્યો હતો.

જોકે, મૃતક કિરણે ગેસ સિલિન્ડર ફ્રીમાં નહિ મળે જેના પૈસા માંગ્યા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરે કિરણને હાટકેશ્વર સર્કલ બોલાવી છરી વડે હત્યા કરી ફરાર થઈ ગયો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બીજીબાજુ અમરાઈવાડી પોલીસે આરોપી ઝડપી લીધો ન હોવાથી પરિવારજનો લાશ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે.

મારામારીના બનાવમાં આરોપી ટોળકી અને ઇજાગ્રસ્ત યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો બેખોફ બન્યા છે, હાલ થયેલ બે ગંભીર બનાવોમાં પોલીસે હજી એક પણ આરોપીની ધરપકડ કરી ન હોવાથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

અમદાવાદનું અમરાઈવાડી ગુનાનું હબ બન્યું, હત્યા અને ગેંગવોર સામે પોલીસ ખાતું નિષ્ફળ સાબિત થાય તેવું લાગી રહ્યું છે.આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)