Face of Nation 22-12-2021: 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ, ક્રિસમસની રાત્રે માત્ર 35 મિનિટ અમદાવાદ શહેરમાં ફટાકડા ફોડી શકાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થાય તેવા ફટાકડા નહિ ફોડી શકાય. સાથે જ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરી શકાશે.
શહેરમાં ક્રિસમની રાત્રે ચાઈનીઝ તુક્કલ, આતશબાજી માત્ર 35 મિનિટ સુધી કરી શકાશે. શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).