Face Of Nation:અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બોમ્બ મુક્યો હોવાની અફવાએ ચકચાર મચાવી હતી. આ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડતી થઇ છે શહેર પોલીસ, રેલવે પોલીસ, RPF, એસઓજી અને બૉમ્બ સ્ક્વોડની ટીમ તાબડતોબ પ્લેટફોર્મ પર પહોંચી તપાસ પડ઼તાલ શરૂ કરી છે. હાલ તો માત્ર આ બોમ્બની અફવા હોવાની આશંકા સેવાઇ રહી છે. જે અન્વયે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે ચેકીંગ શરૂ કર્યું છે. અને પોલીસે નંબરના આધારે ફોન કરનારની શોધખોળ શરૂ કરી છે.