Home News અમદાવાદઃSVP હોસ્પિટલમાં મચી ધમાલ:દર્દીના સગાઓ બાઉન્સરો પર લાકડીથી તૂટી પડ્યા

અમદાવાદઃSVP હોસ્પિટલમાં મચી ધમાલ:દર્દીના સગાઓ બાઉન્સરો પર લાકડીથી તૂટી પડ્યા

Face Of Nation:અમદાવાદ 750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ બનાવવામાં આવી છે. આજે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દર્દીના સગા બાઉન્સરને લાકડી મારતા જોવા મળે છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં માત્ર નોંધ કરવામાં આવી છે.આ મામલે SVP હોસ્પિટલના સિક્યુરિટી મેનેજર વિપિનસિંહ રાજપૂતે જણાવ્યું કે, દર્દીના 3-4 સ્વજન ખોટી રીતે પ્રવેશ્યા હતા.એક દર્દી સાથે એક જ સ્વજનને જવાનું હોય છે. ખોટી રીતે પ્રવેશનાર સ્વજનોને શોધીને બહાર લાવ્યા હતા.તેમને બહાર આવ્યા બાદ પોતે બાઉન્સર હોવાથી રુઆબ બતાવી અપશબ્દો બોલી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.