Home Politics ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદ , 11 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા

ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદ , 11 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા

Face of Nation 09-01-2022:   ગુજરાત કોંગ્રેસમાંફરી એક વખત કકળાટ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણનું નામ લગભગ નક્કી થઇ ગયું છે. આ નામની જાહેરાત થતા જ 10 કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો છે અને રાજીનામા આપ્યા છે.

કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી, ઇકબાલ શેખ, તસ્લીમ તિર્મિઝી, ઝુલ્ફીખાન પઠાણે રાજીનામાં આપ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે બે ગ્રુપ પડી ગયા છે. બન્ને ગ્રુપ આમને સામને આવી ગયા છે અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે. શહેઝાદ ખાન પઠાણ નામ ચર્ચા થતા એક જૂથ નારાજ જોવા મળી રહ્યું છે. કારણ કે, બીજા જૂથે ઇકબાલ શેખ અને કમળાબહેન ચાવડા નામ પર સહમતી દર્શાવી હતી.

આ મુદ્દે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે હું નારાજ કોર્પોરેટરને મળવા જઈશ. પાર્ટી માટે હું તમામ કોર્પોરેટરને મળીશ. કમળાબેનના તમામ આરોપ ખોટા છે. હું પાર્ટી માટે સમાધાન કરવા તૈયાર છું. હું મેં કોઇની સાથે ખરાબ વ્યવહાર કર્યો નથી. હું બધા કોર્પોરેટને માન સન્માન આપું છું.

કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે જણાવ્યું હતું કે બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે’. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. રાજીનામાની કોઇ વાત નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).