Home News અમદાવાદ : SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 500 થી 1000 બેડ વધારાશે

અમદાવાદ : SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 500 થી 1000 બેડ વધારાશે

ફેસ ઓફ નેશન, 22-04-2020 : કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે વધુ 500 થી 1000 બેડ વધારવાની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ આજે એસવીપી હોસ્પિટલની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને તંત્ર ચિંતિત થયું છે. જો કે હજુ સુધી આ રોગને કાબુમાં લેવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રોજબરોજ વધતા જતા કેસોને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ બનાવવામાં આવેલી 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઇ રહી છે. તેવામાં અધિકારીઓ સાથે વિજય નેહરાએ આજે એસવીપી હોસ્પિટલની મુલાકાત લઈને વધુ 500 થી 1000 બેડની સુવિધા ઉભી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

સમગ્ર દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું : શ્રેય કોને ? સત્તાને કે અધિકારીઓને ?

કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !