Home Uncategorized અમદાવાદ:નારી સંરક્ષણ ગૃહમાંથી ત્રણ સગીરાઓ ભાગી,સગીરાઓ ન મળતા નોંધાઈ ફરિયાદ

અમદાવાદ:નારી સંરક્ષણ ગૃહમાંથી ત્રણ સગીરાઓ ભાગી,સગીરાઓ ન મળતા નોંધાઈ ફરિયાદ

Face Of Nation:ઓઢવ વિસ્તારમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ ફરીવાર વિવાદમાં આવ્યું છે. નારીગૃહમાં આવેલા ચિલ્ડ્રન ગર્લ્સ હોમમાંથી 20 દિવસ પહેલા ત્રણ સગીરાઓ ફરાર થઈ હતી. જેમાં ઓઢવ પોલીસસ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હજુય એ સવાલ ઉભો થાય છે કે કેમ સંચાલકો વારંવાર બેદરકારી દાખવે છે અને સગીરાઓ ફરાર થઈ જાય છે.

ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહના ઇન્ચાર્જ અધિક્ષક જાગ્રૃતિબેન રાવળએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 3 સગીરાઓ 3જી જુલાઈના રોજ સાંજના સમયે કમ્પાઉંડની દીવાલ કૂદીને ભાગી ગઈ હતી.જે તે સમયે સંચાલકો પોલીસમાં જાણ કરી હતી પરંતુ ત્રણે સગીરાઓ મળી ન આવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રીજી જુલાઇના રોજ સાંજના સમયે 16 સગીરાને બહાર કમ્પાઉંડમાં હરવા ફરવા બહાર કાઢી હતી તે સમયે 3 સગીરાઓ નજર ચુકવીને કમ્પાઉંડની દિવાલ કુદીને ફરાર થઇ ગઇ હતી.હાલ ઓઢવ પોલીસે ત્રણે સગીરાને શોધખોળ શરૂ કરી. પરંતુ ઓઢવ નારીસરંક્ષણ ગૃહમાંથી અવાર નવાર સગીરાઓ ફરાર થઇ રહી છે તેની સામે જવાબદાર અઘિકારીઓ વિરુદ્ધ પગલા ભરાય તો આ ઘટનાઓ અટકી શકે છે.