Face of Nation 11-12-2021: અમદાવાદમાં આજે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાનાર છે જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે 11થી 13 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ દરમિયાન મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાનારે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહેશે ત્યારે 13 ડિસેમ્બરે ખૂદ PM મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.
મહત્વનું છે કે ઉમિયાધામ મંદિર 74 હજાર વાર ક્ષેત્રમાં વિસ્તરેલું છે નાગરશૈલીની પ્રાચીન થીમ પર નિર્માણ પામનાર મંદિર રૂપિયા 1500 કરોડના ખર્ચે આકાર પામનાર છે જેમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની ઇમારતો બનાવવામાં આવશે.એટલું જ નહીં 1200 કરતા વધુ યુવક-યુવતીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં દરેક સમાજને લાભ મળે તેવા ઉદેશ્ય સાથે આરોગ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદમાં સૌથી મોટું એવું ઉમિયાધામ મંદિર આકાર લેવા જઇ રહ્યું છે. ત્યારે આજે મંદિરનો શિલાન્યાસ થનાર છે મહત્વનું છે 1866 વર્ષ પહેલા જ ઉમિયા માતાજી ઊંઝામાં બિરાજમાન છે. ત્યારે અમદાવાદમાં ભવ્ય મંદિર ઉમિયાધાન મંદિરનું નિર્માણ થનાર છે આ ઉમિયાધાન કેમ્પસમાં ભોજનાલય પણ બનાવવામાં આવશે.
વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્પિટલ પણ બનાવાશે. 132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે. જેમાં મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોંચાઇ હશે મંદિર નિર્માણમાં લોંખડનો વપરાશ નહીં થાય તેમજ મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા નીકળશે. અહીં ઉલ્લેખનિય કે અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યું, દેશ-વિદેશમાં અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. જ્યારે 65 કરોડ જેટલું ફંડ સંસ્થા પાસે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)