Home Uncategorized અમદાવાદમાં સિવિલમાં યુવકે લગાવી મોતની છલાંગ, કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદમાં સિવિલમાં યુવકે લગાવી મોતની છલાંગ, કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Face Of  Nation, 02-09-2021:  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કુદી એક યુવાને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓની લાખ સમજાવટ બાદ પણ યુવાને ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જોકે, તે માંડ માંડ બચી ગયો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે હ્ર્દય હચમચાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી આજે સવારે નરેશ સોલંકી નામના એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક અજાણ્યો યુવાન સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચઢી બહારની બાજુ બારી છત ઉપર ચઢી ગયો હતો. યુવાનની જોખમી સ્થિતિ જોઈને સ્થાનિક સુરક્ષા કર્મીઓ દ્વારા યુવાનને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ યુવકે કોઈની વાત માની ન હતી. તેણે ચોથા માળેથી નીચે પડતૂ મૂક્યુ હતું.

સાથે સાથે અમદાવાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા યુવકને બચાવવા માટે નેટ પાથરવામાં આવી હતી. પરંતુ યુવક ચોથા માળેથી કુદી ઓક્સિજન પ્લાન્ટ તરફ પડ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. પરિણામે યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)