Home News અમદાવાદ : વસ્ત્રાપુર-બોડકદેવમાં મોડી રાત્રે દુર્ગંધને કારણે ગેસ ગળતરની અફવા

અમદાવાદ : વસ્ત્રાપુર-બોડકદેવમાં મોડી રાત્રે દુર્ગંધને કારણે ગેસ ગળતરની અફવા

ફેસ ઓફ નેશન, 03-05-2020 : અમદાવાદના વસ્ત્રાપુર-બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે દુર્ગંધને કારણે ગેસ ગળતરની અફવા ઉડી હતી. લોકોએ ડરના માર્યા ફાયર વિભાગમાં ફોનનો મારો શરૂ કરી દીધો હતો. જેને લઈને ફાયરનો મોટો કાફલો સમગ્ર વિસ્તારમાં ઉતરી પડ્યો હતો અને આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. જો કે તપાસના અંતે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, ગરમીને કારણે ગટરમાંથી આ પ્રકારે દુર્ગંધ આવતી હશે. લોકોમાં ચાલી રહેલી ગેસ ગળતરની અફવા અંગે પણ અદાણી, ટોરેન્ટ પાવર સહિતની કંપનીઓમાં તપાસ કરી આ બાબતે કોઈ પણ ફોલ્ટ ન હોવાથી હાશકારો અનુભવ્યો હતો.
સમગ્ર મામલે વાત કરતા ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવવાની જરૂર નથી. આ દુર્ગંધથી કોઈ નુકસાન કે કોઈને તકલીફ જેવું વાતાવરણ નથી. ગેસ ગળતરની અફવા ઉડી છે. જે ખોટી છે. અમે તપાસ કરી છે એવું કઈ છે અને લોકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. અદાણી સહિતની ગેસ કંપનીઓએ પણ તપાસ કરી લીધી છે. ટોરેન્ટ પાવરના સ્ટેશન આગળથી વાસ આવતી હોવાથી ત્યાં પણ તપાસ થઇ છે પરંતુ એવું કઈ પણ જણાયું નથી. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગાંધીનગર : અત્યાર સુધી નોંધાયેલા તમામ 61 કોરોના પોઝિટિવ કેસોના નામ-સરનામા સહિતની માહિતી

મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ નામ સહીત સરનામાંની વિગતો

મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ નામ સહીત સરનામાંની વિગતો