ફેસ ઓફ નેશન, 18-04-2020 : અમદાવાદમાં વધતો જતો કોરોના હવે પશ્ચિમ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. આજે એક જ સાથે વાડજમાં 7 કેસ નોંધાયા છે. ઉસ્માનપુરામાં 2 કેસ નોંધાયા છે. વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે ચાંદલોડિયા, મોટેરા, નવરંગપુરામાં પણ એક એક કેસો નોંધાયા છે.
કોરોનાના વધતા જતા કેસો અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને રેડ એલર્ટ કરી રહ્યા છે. જો લોકો હજુ નહીં જાગૃત થાય તો કોટ વિસ્તાર જેવી પરિસ્થિતિ પશ્ચિમની હશે તે દિવસો દૂર નહીં હોય. સતત વધી રહેલા કેસોએ હવે પશ્ચિમ વિસ્તારોને બાનમાં લેવાની શરૂઆત કરી દીધી છે. આજે એક જ દિવસમાં નોંધાયેલા પશ્ચિમ વિસ્તારના કેસો ચિંતાજનક છે. દિવસે દિવસે કેસો વધી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર ચિંતા કરવાની જરૂર નથીના રટણ કરી રહ્યું છે જે ગંભીર બાબત છે. આ મહામારીએ ભયાનક છે. લોકોએ સ્વેચ્છાએ જાગૃત થવું અત્યંત જરૂરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176
Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ