Face Of Nation:અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાની મુહિમ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા JET (જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ)નું ગઠન કરવામાં આવ્યું છે. અમદાવાદના શ્યામલ રોડ પર આવેલ હરીત જવેલર્સને જેઈટીની ટીમે સૌ પ્રથમ સૌથી મોટો 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્પોરેશનની ટીમ દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર 1 બનાવવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જેઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ પાંચ લોકો સામેલ હોય છે. જે એક ઈલેક્ટ્રીક રિક્ષામાં બેસીને અમદાવાદમાં ઠેર-ઠેર સ્વચ્છતા અને પાર્કિંગ મુદ્દે લોકોને દંડ ફટકારી તેમને કાયદાનું ભાન કરાવે છે. તેવામાં કોર્પોરેશને ગેરકાયદે ફૂટપાથનો ઉપયોગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારતાં લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે.