Home Gujarat અમદાવાદ: આયેશા આત્મહત્યા કેસમાં ચૂકાદો; સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત કર્યો...

અમદાવાદ: આયેશા આત્મહત્યા કેસમાં ચૂકાદો; સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત કર્યો જાહેર, 10 વર્ષની સજા અને 1 લાખનો ફટકાર્યો દંડ!

Face Of Nation 28-04-2022 : અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી છે, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એને બદલે વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વહાલું કર્યા પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હોવાનું સાબિત
સેશન્સ કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્ત્વનો પુરાવો ગણ્યો છે. આ મામલે તપાસમાં આરોપીનો વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, રિપોર્ટને કોર્ટે મહત્ત્વનો પુરાવો ગણ્યો છે. આત્માહત્યા કરતાં પહેલાં આઈશાએ તેના પતિ આરિફ સાથે 70થી 72 મિનિટ વાત કરી હતી, જેમાં તેણે આઈશાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હોવાનું સાબિત થાય છે. દોષિત આરિફે આઈશાને માર મારતાં તેનો ગર્ભપાત પણ થયો હતો, તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટે ધ્યાનમાં લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. એની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ નોંધ લીધી છે તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.
”મૈં ખુશ હૂં સુકૂન સે જાના ચાહતી હૂં”
‘પરિણીતાએ જે વીડિયો બનાવ્યો હતો એમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરિફ ખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂં વો મેરી મરજી સે કરને જા રહી હૂં…ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની, પ્યાર કરતે હૈ આરિફ સે ઉસે પરેશાન થોડી કરેગે?
”મૈં ખુશ હૂં કી મેં અલ્લાહ સે મિલૂંગી”
​​​​ અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂં કી મૈં અલ્લાહ સે મિલૂંગી, ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂં સુકૂન સે જાના ચાહતી હૂં અલ્લાહ સે દુઆ કરતી હૂં કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’
આઇશાને તેનાં સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતાં
વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરિફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતાં હતાં.
આરિફ આઇશાના ઘરે આવી દોઢ લાખ લઈ ગયો હતો
વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયા હતા. વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાં તેને પિયરમાં મૂકી જતાં આઇશા તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરિફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો.
તારે મરવું હોય તો મરી જા: પતિના આઇશાને અંતિમ શબ્દો
બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અને ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુઅલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).