Home Uncategorized ઓવૈસીનો કેન્દ્ર પર કટાક્ષ, 19 વર્ષની યુવતી સાથે સંભોગ કરી શકો, લગ્ન...

ઓવૈસીનો કેન્દ્ર પર કટાક્ષ, 19 વર્ષની યુવતી સાથે સંભોગ કરી શકો, લગ્ન નહીં?

Face of Nation 18-12-2021: કેન્દ્રીય કેબિનેટે યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરવા પર હવે એઆઈએમઆઈએણ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ કહ્યુ- હવે કેન્દ્રએ મહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર વધારીને 21 વર્ષ કરી દીધી છે. કાયદા પ્રમાણે તમે 19 વર્ષની ઉંમરમાં કોઈ મહિલા સાથે યૌન સંબંધ બનાવી શકો છો, પરંતુ 18 વર્ષની ઉંમરમાં તેની સાથે લગ્ન ન કરી શકો? લગ્નમાં સરકારને સમસ્યા શું છે. ઓવૈસીએ કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યુ- હવે ભાજપ કહેશે ઓવૈસી અને મુસલમાન મહિલાઓના ફાયદા માટે વાત નથી કરતા.

હકીકતમાં યૂપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને જોતા એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી મેરઠમાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતા. જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે, હું તમને બધાને અપીલ કરુ છું કે યૂપીના 19 ટકા મુસલમાનોને પોતાની રાજકીય તાકાત, નેતૃત્વ અને ભાગીદારીની જરૂર છે, જેથી આપણા યુવાનોને સન્માન, શિક્ષણ મળી શકે, સાથે અત્યાચાર અને ભેદભાવને દૂર કરી શકાય. ઓવૈસીએ મંચ પરથી પૂછયુ- મુસલમાન ક્યારે જાગશો?

મેરઠમાં જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ ભાજપ સરકારને ઘેરી હતી. તેમણે લખીમપુર ખીરીની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ, કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્યમંત્રી ટેનીએ ષડયંત્ર રચ્યુ અને તેના પરિણામસ્વરૂપ તેમના પુત્રએ ચાર કિસાનોને મારી નાખ્યા. ત્યારબાદ પણ પીએમ ટેનીને હટાવતા નથી. ઓવૈસીએ જાતિવાદનો આરોપ લગાવતા કહ્યુ કે, ટેની યૂપીના બ્રાહ્મણ છે, તેથી તે બ્રાહ્મણ સમાજને પરેશાન કરવા ઈચ્છતા નથી. આ સિવાય ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદી પર પણ નિશાન સાધ્યુ હતું.

તમને જણાવીદઈએ કે એઆઈએમઆઈએમ પશ્ચિમી યૂપીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. પાર્ટી ચીફ અસદુદ્દીન ઓવૈસી પ્રદેશમાં 100  વિધાનસભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. ઓવૈસી શનિવારે મેરઠ બિજલી બંબા બાઈપાસ પર જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)