Home News અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં એરફોર્સની ટીમે બેન્ડ સાથે દેશભક્તિના સુર રેલાવ્યા

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં એરફોર્સની ટીમે બેન્ડ સાથે દેશભક્તિના સુર રેલાવ્યા

ફેસ ઓફ નેશન, 03-05-2020 : દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ મતલબ કે આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડે દેશના કોરોના વોરિયર્સને સલામી આપવાનો નિર્ણય કર્યો છે. આ અવસરે એરફોર્સ રવિવારે બે ફ્લાય પાસ્ટ કરશે. એક કાશ્મીરથી કન્યાકુમારી થઇને તિરુઅનંતપુરમ અને કોયમ્બતૂર સુધી અને બીજી ગુવાહાટીથી અમદાવાદ સુધી. તે દેશના અમુક રાજ્યોની રાજધાનીમાં દેખાશે. સાથે જ એર ફોર્સે આજે બેન્ડ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દેશ ભક્તિના સુર રેલાવ્યા હતા. હોસ્પિટલના આ દ્ર્શ્યે દેશભક્તિનો અને કોરોના વોરિયર્સને સન્માનનો માહોલ ઉભો કર્યો હતો. સાથે જ હેલિકોપ્ટરથી હોસ્પિટલ ઉપર ગુલાબના ફૂલ વરસાવવામાં આવ્યા હતા. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video

મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ નામ સહીત સરનામાંની વિગતો

અમદાવાદ : ગોતા-બોડકદેવ સહિતના વિસ્તારોમાં ફૂડ ડિલિવરી કરતો ઝોમેટોના યુવકનો કોરોના પોઝિટિવ