Face Of Nation 25-02-2022 : રશિયાના હુમલાના કારણે કેટલાય ભારતીયો યુક્રેનમાં ફસાઈ ગયા છે, તેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ શામેલ છે, જે અભ્યાસ માટે દેશ છોડી વિદેશમાં ગયા છે. સરકાર સામે સૌથી મોટો પડકાર છે, તેમને સુરક્ષિત ભારત પાછા લાવવા. જેના માટે તમામ પ્રયાસો ચાલું છે.
આજે ભારતથી બે વિમાન રોમાનિયા માટે થશે રવાના
સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર લાવવા માટે ભારતમાંથી ફ્લાઈટ ઉડશે. જેનો ખર્ચ સરકાર ભોગવશે. અહીં ઉલ્લેખનીય છે કે, રશિયા તરફથી હુમલાની જાહેરાત તથા મુખ્ય શહેરો પર હુમલા બાદ યુક્રેને પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. તેના કારણે યુક્રેનની રાજધાની કીવ માટે રવાના થયેલી એર ઈંડિયાની ફ્લાઈટ કાલે પાછી આવી હતી. બાદમાં સરકારે પોતાના નાગરિકોને કાઢવા માટે યુક્રેનથી અડીને આવેલી હંગરી અને પોલેન્ડથી યુક્રેનની સરહદે મોકલવાનો નિર્ણય કર્યો છે. આ અધિકારી જમીન દ્વારા મુસાફરી કરી રહ્યા છે, કારણ કે, યુક્રેનના એર સ્પેસ બંધ છે.
16 હજાર ભારતીય યુક્રેનમાં ફસાયા
એક અનુમાન અનુસાર જોઈએ તો, રશિયા-યુક્રેન યુદ્ધમાં લગભગ 16 હજાર ભારતીય યુક્રેનમાં ફસાયા છે. કેમ કે, યુક્રેનમાં તમામ હવાઈ મથકો બંધ કરી દેવામાં આ્યા છે, જે બાદ સરકાર માટે ત્યાંથી પોતાની નાગરિકોને બહાર કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હંગરી અને પોલેન્ડની સરહદ દ્વારા સરકારી દળોને મોકલ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).