Home Uncategorized એરસેલ-મેક્સિમ ડીલ:ચિદમ્બરમ અને કાર્તિને કોર્ટથી મોટી રાહત, 3 સપ્ટેમ્બર સુધી ધરપકડ મુલતવી

એરસેલ-મેક્સિમ ડીલ:ચિદમ્બરમ અને કાર્તિને કોર્ટથી મોટી રાહત, 3 સપ્ટેમ્બર સુધી ધરપકડ મુલતવી

Face Of Nation: એરસેલ-મેક્સિમ ડીલ કેસમાં કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટી રાહત આપી છે. આ કેસમાં કોર્ટે બંનેની ધરપકડ પર 3 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. વળી, વિશેષ અદાલતે પી ચિદમ્બરમ અને કાર્તિના આગોતરા જામીન અંગેનો નિર્ણય 3 સપ્ટેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો છે. આ સાથે કોર્ટે ઇડીની ક્રોસ-તપાસ નહીં કરવા બદલ ઠપકો આપ્યો છે.તમને જણાવી દઈએ કે, આ મામલામાં પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિ ચિદમ્બરમની વચગાળાની રાહત બુધવારે પૂરી થઈ હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને 22 ઓગસ્ટ સુધી રાહત આપી હતી. આ કેસમાં સીબીઆઈ અને ઇડી બંને એજન્સી તપાસ કરી રહી છે.