Home News આગામી 24 કલાકમાં ભારતીય નાગરિકોને 18 ફ્લાઈટ્સ દ્વારા એરલિફ્ટ કરાશે

આગામી 24 કલાકમાં ભારતીય નાગરિકોને 18 ફ્લાઈટ્સ દ્વારા એરલિફ્ટ કરાશે

Face Of Nation 03-03-2022  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમારી પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી કુલ 18,000 ભારતીય નાગરિકોએ યુક્રેન છોડી દીધું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 30 ફ્લાઈટ્સ યુક્રેનથી 6,400 ભારતીયોને પરત લાવી છે. આગામી 24 કલાકમાં 18 ફ્લાઈટ્સનું સમયપત્રક નક્કી કરાયું છે. તેમાંથી 3 ફ્લાઈટ્સ ભારતીય વાયુસેના C-17 છે, બાકીની કોમર્શિયલ ફ્લાઈટ્સ છે, જેમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, ગો એર અને ગો ફર્સ્ટની ફ્લાઈટ્સ છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પુતિન સાથે દોઢ કલાક વાત કરી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ગુરુવારે યુક્રેનમાં થયેલા હુમલાને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમની વાતચીત લગભગ 90 મિનિટ ચાલી હતી.
રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો ચાલુ
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બેલારુસિયન પ્રદેશ પર રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે સીધી વાતચીત ચાલી રહી છે.અમે આશા રાખીએ છીએ કે તેઓ આ પરિસ્થિતિનો અંત લાવશે અને યુક્રેનના તમામ લોકોને શાંતિપૂર્ણ જીવનમાં પાછા ફરશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).