Home World 26 કલાક પછી હોંગકોંગમાં એરપોર્ટ ખૂલ્યું:ભારતે કહ્યું- ભારતીયો ત્યાં ના જાય

26 કલાક પછી હોંગકોંગમાં એરપોર્ટ ખૂલ્યું:ભારતે કહ્યું- ભારતીયો ત્યાં ના જાય

Face Of Nation:હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી સર્જાઈ હતી. એરપોર્ટ ઉપર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે. મુસાફરોના ઘસારાથી એરલાઈન્સ પરેશાન થઈ ગઈ છે. ભારત સરકારે દેશવાસીઓને હોંગકોંગ ન જવાની સલાહ આપી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે ચીન સરકાર હોંગકોંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે. તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ.

હોંગકોંગ એરપોર્ટ પર 26 કલાક પછી ફ્લાઈટ જવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓના વિરોધને પગલે અન્ય ઉડાન પ્રભાવિત થઈ હતી. હોંગકોંગની નેતા કેરી લેમે કહ્યું કે, પ્રદર્શનકારીઓ શહેરની સિસ્ટમ ખોરવી નાંખવા માંગે છે. બીજી તરફ, ભારત સરકારે ભારતીયોને હોંગકોંગ નહીં જવાની સલાહ આપી છે.હિંસક થતા આ પ્રદર્શનના કારણે દુનિયાના અન્ય દેશો પણ સતર્ક થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, ’તેમના ઈન્ટેલિજેન્સ રિપોર્ટ પ્રમાણે, ચીન ઈન્ટરનેશલ બોર્ડર પાસે સેનાને તહેનાત કરી શકે છે, જેથી પ્રદર્શનકારીઓ પર એક્શન લઈ શકાય. દરેક લોકો શાંતિ જાળવે.’1997માં બ્રિટેને ચીનને હોન્ગ કોન્ગ સોંપી દીધું હતુંઃ આ પહેલા ચીનના વિશેષ પ્રશાસિત વિસ્તાર હોન્ગ કોન્ગમાં છેલ્લા બે મહિનાઓથી લોકતંત્રની માગ અંગે પ્રદર્શન ચાલી રહ્યું છે. જો કે 1997 પહેલા આની પર બ્રિટેનનો અધિકાર હતો પરંતુ બાદમાં તેને ચીનને સોંપી દીધો હતો. ત્યારથી અહીં પ્રદર્શન થઈ રહ્યું છે. હાલ પ્રત્યર્પણ બિલ અંગે પ્રદર્શન થઈ રહ્યું છે. આ બિલ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ ચીનમાં અપરાધ કરીને હોન્ગ કોન્ગમાં શરણ લે તો તેને તપાસ પ્રક્રિયા માટે ચીન જવું પડશે. તેના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન થઈ રહ્યું છે.