Face Of Nation 23-05-2022 : શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી અલ્ટ્રા લો કોસ્ટ્ એરલાઈન આકાસા ટૂંક સમયમાં ટેક ઓફ કરવા તૈયારી કરી રહી છે. આ તૈયારીના ભાગરૂપે આકાસાએ આજે પોતાના પ્રથમ હવાઈ જહાજની તસવીર શેર કરી છે. આ ફોટોની કેપ્શનમાં લખ્યું છે, ‘અમારી QP-પાઈને હાય કહો’. આકાસાનો એરલાઈન કોડ ‘QP’ છે. વિશ્વની દરેક એરલાઈનની ડિઝાઈનનો એક કોડ હોય છે. જેમ કે ઈન્ડિગોનો કોડ 6E,ગો ફર્સ્ટનો G8 અને એર ઈન્ડિયાનો AI છે.
મે મહિનાના અંત સુધીમાં ઉડાન ભરાવની તૈયારી
આકાસા એર દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ મળવા સાથે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં ઉડ્ડાન ભરી શકે છે. કંપનીએ 72 બોઇંગ 737 મેક્સ પ્લેન માટે ઓર્ડર આપ્યો છે. જેમાં ઈંધણનો વપરાશ ઓછો થાય છે. કંપની માર્ચ,2023ના અંત ભાગ સુધીમાં પોતાના કાફલામાં 18 પ્લેનને જોડવાની તૈયારી કરી રહી છે.
વર્ષ 2023થી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે
વર્ષ 2023ની ગરમી સુધી આકાસા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી દેશે. ત્યા સુધીમાં તેમા 20 એરક્રાફ્ટ સામેલ થશે, જે સ્થાનિક નિયમો પ્રમાણે વિદેશી માર્ગો પર જનારી સર્વિસ માટે જરૂરી છે. આકાસાના તમામ 737 મેક્સ પાસે મધ્યમ પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, બાંગ્લાદેશ તથા શ્રીલંકા માટે ઉડાન ભરવાનો વિકલ્પ રહેશે.
પ્રત્યેક વર્ષે એરલાઈન 12-14 વિમાન તેમા જોડશે
કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે ફ્લાઈટ્સ શરૂ કરવા અને ઉમળકાભેર લોકોની સેવા માટે ખૂબ જ ઉત્સુક છીએ. શરૂઆતી તબક્કામાં આકાસા એરની ફ્લાઈટ્સ મેટ્રો મહાનગરોથી ટીયર-2 અને ટીયર-3 શહેરો માટે હશે. આ ઉપરાંત મહાનગરો વચ્ચે પણ ફ્લાઈટને સંચાલિત કરવામાં આવશે. પરિસંચાલન શરૂ થાય તે અગાઉ 12 મહિનામાં 18 વિમાનનો કાફલો તૈયાર કરવાની યોજના છે અને ત્યારબાદ પ્રત્યેક વર્ષે એરલાઈન 12-14 વિમાન તેમા જોડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Business ‘નવી એરલાઈન્સ’; રાકેશ ઝુનઝુનવાલાની ‘આકાસા એરલાઈન્સ’ ટૂંક સમયમાં થશે શરૂ, મે મહિનાના...