Face Of Nation 22-03-2022 : લોકસભામાંથી રાજીનામું આપવાનો અર્થ સ્પષ્ટ છે કે તેમણે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુપીમાં સૌથી વધારે લોકસભા સીટો છે. અખિલેશ હવે એમાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી. આ જ કારણ છે કે હવે તેમનું ફોક્સ માત્ર અને માત્ર યુપી પર રહેશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને સપા નેતા આઝમ ખાને લોકસભાપદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે અખિલેશ મૈનપુરીની કરહલ બેઠક પરથી અને આઝમ ખાન રામપુર બેઠક પરથી ધારાસભ્યપદ પર રહેશે. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જ્યારે 2019માં આઝમગઢ લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા, જ્યારે આઝમ ખાન રામપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી એવી ચર્ચા હતી કે અખિલેશ યાદવ ધારાસભ્ય પદ છોડશે અથવા લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે. પહેલાં એવો અંદાજ હતો કે અખિલેશ યાદવ કરહલ સીટથી રાજીનામું આપી શકે છે, પરંતુ આજે તેમણે લોકસભા સીટ પરથી રાજીનામું આપીને ચર્ચાનો અંત લાવી દીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics સપા-અધ્યક્ષે લોકસભા સભ્યપદ પરથી આપ્યું રાજીનામું; ‘હવે તેમનું ફોક્સ માત્ર અને માત્ર...