Home Politics અખિલેશ યાદવનો ઉત્તરપ્રદેશ BJP સરકાર પાર આકરા પ્રહાર, કહ્યું મારો પરિવાર ભાગતો...

અખિલેશ યાદવનો ઉત્તરપ્રદેશ BJP સરકાર પાર આકરા પ્રહાર, કહ્યું મારો પરિવાર ભાગતો પરિવાર થઇ ગયો

Face Of Nation, 30-10-2021: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલાં સમાજવાદી પાર્ટી અને મજબૂત થઇ ગઇ છે. આજે  બીએસપીના 6 અને ભાજપના એક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે બીએસપીના ધારાસભ્ય અસલમ અલી, સુષમા પટેલ, અસલમ રાઇની, મુજ્તબા સિદ્દીકી, હરગોવિંદ ભાર્ગવ અને હાકિમ લાલ બિંદ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠૌરએ પણ સમાજવાદીનો હાથ પકડ્યો છે.

આ અવસર પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે મારો પરિવાર ભાજપ પરિવારની જગ્યાએ, હવે મારો પરિવાર ભાગતો પરિવાર થઇ ગયો છે. જનતામાં ખૂબ આક્રોશ છે. ઘણા લોકો સમાજવાદી પાર્ટીમાં સામેલ થવા માંગે છે.

અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના ઘણા લોકો અમારી સાથે આવવા માંગે છે. સમય પર ચિત્ર સ્પષ્ટ થશે. કાલે ભાજપના મંચ પરથી કહેવામાં આવ્યું કે 90 ટકા સંકલ્પ પત્રનું કામ પુરૂ કરી લેવામાં આવ્યું છે. બાકી 2 મહિનામાં પુરૂ થઇ જશે. મારું કહેવું છે કે ભાજપે પોતાના સંકલ્પ પત્રને કચરાપેટીમાં ફેંકી દેવું જોઇએ. ક્યારેય સંકલ્પ પત્રના પાના ભાજપે પલટ્યા નથી. ભાજ્પે એક પણ વાયદો પુરો કર્યો નથી. ભાજપ પર જનતાએ વિશ્વાસ મુક્યો, ભાજપે જનતાને દગો દીધો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)