Home Politics અખિલેશ યાદવના યોગી સરકાર પર આકરા પ્રહાર, બીજેપી સરકાર કરી રહી છે...

અખિલેશ યાદવના યોગી સરકાર પર આકરા પ્રહાર, બીજેપી સરકાર કરી રહી છે ભેદભાવથી કામ

ce of Nation 18-12-2021:  સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના લખનઉ અને મઉમાં સપા નેતાઓ પર શનિવારે પડેલી રેડ પર રાયબરેલીમાં જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. આ બધું પહેલા પણ થઈ શકતું હતું, પરંતુ ચૂંટણી પહેલા આ કાર્યવાહી જણાવે છે કે બીજેપી સરકાર ભેદભાવથી કામ કરે છે. આ વાતને ઉત્તરપ્રદેશની જનતા સારી રીતે સમજી ચૂકી છે.

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જેમ જેમ ચૂંટણી આવશે, દિલ્હીના મોટા મોટા નેતા ઉત્તરપ્રદેશમાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પણ હવે ચૂંટણી લડવા આવી ગયા. હજુ ED અને CBI પણ આવશે. અમને આ બધું પહેલાથી જ ખબર હતી અને અમે રાહ જોઈ રહ્યા હતા. અખિલેશ યાદવે જણાવ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે ઈડી, ઈન્કમટેક્ષ અને સીબીઆઈ ચૂંટણી પહેલા આવશે.

તમને જણાવી દઈએ કે શનિવારે મઉના સમાજવાદી પાર્ટી પ્રવક્તા રાજીવ રાય, લખનઉના જેનેંદ્ર યાદવ અને મેનપુરીના મનોજ યાદવના ઘરે આજે સવારે આયકર વિભાગે રેડ કરી હતી. તેના પર અખિલેશ યાદવે જણાવ્યું કે રાજીવ રાય પાર્ટીના પ્રવક્તા છે અને તે ઈન્કમટેક્ષ ભરે છે, જો કોઈ પહેલા મુશ્કેલી રહી હોય તો આ તપાસ પહેલા કેમ કરવામાં આવી નહીં? જ્યારે રિટર્ન ભરાયેલું હતું. તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને બંગાળમાં કેવી રીતે કેન્દ્રિય એજન્સીઓનો દુરપ્રયોગ કરવામાં આવ્યો હતો, આ બધું જનતા જાણે છે. તમને જણાવી દઈએ કે જૈનેન્દ્ર યાદવ ઉર્ફ નીટૂ અખિલેશ યાદવના ઓએસડી (OSD) છે.

અખિલેશ યાદવે જણાવ્યું કે બીજેપી સરકારે લીધેલા નિર્ણયોના કારણે જનતા પર સંક્ચ આવ્યું છે. આ સરકારે માત્ર લોકોને હેરાન પરેશાન કરવા સિવાય કોઈ કામ કર્યું નથી. તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે. કોંગ્રેસનો જૂનો ઈતિહાસ તપાસો, જ્યારે પણ ડરાવવા કે ધમકાવવાના હોય ત્યારે તેઓ કેન્દ્રિય એન્જસીઓનો ઉપયોગ કરી આવા કૃત્ય કરતા હતા. કોંગ્રેસની જેમ બીજેપી સરકારે જનતાને હેરાન પરેશાન કરી છે. પરંતુ હવે જનતાએ નિર્ણય કરી લીધો છે કે બીજેપીનો ધડમૂડમાંથી ઉખેડી ફેંકવાની છે.

સપા સુપ્રીમોએ કહ્યું કે બીજેપી જણાવી રહી હતી કે અમે રામરાજ્ય લાવીશું, પરંતુ જે સમાજવાદનો રસ્તો છે, તે જ રામરાજ્ય લાવશે. જો સમાજવાદ આવી જાય તો તેજ રામ રાજ્ય છે. અખિલેશે કહ્યું કે સમાજવાદ આવ્યા સિવાય રામરાજ્ય લાવવું અશક્ય છે. બીજેપી સરકાર ભેદભાવથી કામ કરે છે. આ સરકારના કાર્યકાળમાં ખેડૂતો સતત અપમાનિત થતા રહ્યા છે. કિસાન આંદોલનને સતત કચડવાની કોશિશ કરી, પરંતુ હવે યૂપીની જનતા પરિવર્તન લાવવા તૈયાર છે.

વારાણસીમાં સીએમ યોગી આદિત્યનાથે ગંગામાં ડૂબકી લગાવી નહોતી, આ મુદ્દે અખિલેશ યાદવે પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમારા સીએમને ખબર છે કે મા ગંગાની સફાઈ થઈ નથી. એટલા માટે તેમણે ડૂબકી લગાવી નહોતી. સીએમ જાણે છે કે યમુના અને ગોમતીનું ગંદું પાણી ગંગામાં વહી રહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)