Face of Nation 22-12-2021: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત હોવાની જાણકારી ખુદ ડિમ્પલ યાદવે ટ્વીટ કરીને આપી છે. મહત્વનું છે કે ડિમ્પલ યાદવે કોવિડ વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે.
ડિમ્પલ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છું અને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. મારી અને બીજાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેં ખુદને આઈસોલેટ કરી લીધી છે.
તેમણે પોતાના ટ્વીટમાં લોકોને અપીલ કરી છે, ‘હાલના સમયમાં મને મળનાર તમામ લોકોને વિનંતી છે કે તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.
मैंने कोविड टेस्ट कराया जिसकी रिपोर्ट पॉजिटिव है।
मैं पूरी तरह से वैक्सिनेटेड हूं और कोई भी लक्षण अभी दिखाई नहीं दे रहे है।
अपनी और दूसरों की सुरक्षा की दृष्टि से मैंने खुद को अलग कर लिया है।
हाल फिलहाल मुझसे मिलने वाले सभी लोगों से अनुरोध है कि वे अपना टेस्ट जल्द कराएं।
— Dimple Yadav (@dimpleyadav) December 22, 2021
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6317 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 318 લોકોના મૃત્યુ થયા છે. તો દેશમાં આ દરમિયાન 6906 કોરોના દર્દી સાજા પણ થયા છે. દેશમાં હાલની તારીખે એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 78,190 છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).