Home World એલન મસ્ક “ટ્વિટર” ખરીદવા માંગે છે, 41 બિલિયન ડોલરની ઓફર કરી; 1...

એલન મસ્ક “ટ્વિટર” ખરીદવા માંગે છે, 41 બિલિયન ડોલરની ઓફર કરી; 1 શેરની સામે ચૂકવશે 4,100 રૂ.!

Face Of Nation 14-04-2022 : ટેસ્લાના CEO એલન મસ્કે તાજેતરમાં જ ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો. હવે એક નવા રિપોર્ટ અનુસાર તે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એલન મસ્કે ટ્વિટર ઈન્કને ખરીદવા માટે કંપનીને એક ઓફર આપી છે. એલન મસ્કે કહ્યું છે કે, ટ્વિટરમાં ઘણા વધુ પોટેન્શિયલ છે અને તે તેને અનલોક કરવા માંગે છે.
41 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એલન મસ્કે આ માટે કંપનીને લગભગ 41 બિલિયન ડોલર (લગભગ 3120.00 અબજ રૂપિયા)ની ઓફર આપી છે. તે કંપનીના પ્રતિ શેર માટે 54.20 ડોલર(લગભગ 4,100 રૂપિયા) ચૂકવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કે ગુરુવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનની સાથે ફાઈલિંગમાં આ પ્રસ્તાવની માહિતી આપી છે. આ જાહેરાત પછી ટ્વિટરના શેર બુધવારે 3.10 ટકા સુધી ઉછળીને 45.85 ડોલરના સ્તરે બંધ થયા હતા.
મસ્કે ચોથી એપ્રિલે ટ્વિટરમાં 9 ટકા હિસ્સો લીધો હતો
ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ચોથી એપ્રિલે ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો. તે પછીથી ટ્વિટરના શેરમાં લગભગ ઉછાળો જોવા મળ્યો છે. ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને લખેલા પત્રમાં કહ્યું છે કે ટ્વિટરને ખાનગી કંપનીમાં બદલવાની જરૂરિયાત છે. તો બીજીતરફ તેમણે પત્રમાં એમ પણ કહ્યું કે તેમાં ઈન્વેસ્ટ કર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે આ કંપની હાલ જે સ્થિતિમાં છે, તે સ્થિતિમાં તે ન તો કોઈ પોતાનો હેતુ પુરો કરી શકશે. આ સિવાય તે આગળ પણ વધી શકશે નહિ. તેમણે કહ્યું કે તેમની આ ઓફર ખરેખર સારી છે. જો તેને કંપનીનું બોર્ડ સ્વીકારશે નહિ તો તેમણે શેરહોલ્ડર તરીકે પોતાની સ્થિતિ પર ફરીથી વિચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે આ સપ્તાહની શરૂઆતમાં જ મસ્કે ટ્વિટર બોર્ડને જોઈન કરવાના પ્લાનને કેન્સલ કર્યો હતો. બોર્ડ સીટ લેવાથી કંપની ટેકઓવર કરવાની શક્યતા ખત્મ થઈ જાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).