Home Gujarat ગુજરાતમાં દારૂબંધી છે? દારૂ, બિયર અને કેફી દ્રવ્યોનો 5 વર્ષમાં 6,000 કરોડનો...

ગુજરાતમાં દારૂબંધી છે? દારૂ, બિયર અને કેફી દ્રવ્યોનો 5 વર્ષમાં 6,000 કરોડનો જથ્થો ઝડપાયો!

Face Of Nation 16-03-2022 : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતુ હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહિતના લોકો કરે છે. આ બધા વચ્ચે દરરોજ રાજ્યના અનેક વિસ્તારોમાંથી દારૂના જથ્થા પણ ઝડપાય છે. રાજ્યમાં લાંબા સમયથી દારૂબંધીનો કાયદો અમલમાં છે તેમ છતાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ઝડપાવાથી દારૂબંધીના કાયદાની અસરકારકતા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે રાજ્યમાં દારૂ પ્રવેશે ક્યાંથી ? બોર્ડર પર પેટ્રોલીંગ કરતી પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આજે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા દારૂ બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબમાં એ ખુલાસો થયો છે કે દારૂ, બિયર, કેફી દ્રવ્યોનો 5 વર્ષમાં 6 હજાર કરોડનો જથ્થો ઝડપાયો છે.
પોલીસે કાર્યવાહી કરી ઝડપેલા જથ્થાના આંકડા છે
મહત્વનું છે કે ધારાસભ્ય શૈલેષ પરમારના નિવેદન મુજબ ગૃહ વિભાગના આ વર્ષના બજેટ કરતા 5 વર્ષમાં ઝડપાયેલો દારૂ જથ્થો મોંટો છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં 521 કરોડનો વિદેશી દારૂ તેમજ દારૂ, બિયર, કેફી દ્રવ્યોનો 6 હજાર કરોડનો જથ્થો પકડાયો છે. આ સાથે એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે આ તો ફકત જથ્થો પોલીસે કાર્યવાહી કરી ઝડપેલા જથ્થાના આંકડા છે. એ પણ વિચાર કરવો જોઈએ કે ન ઝડપાયેલો જથ્થો કેટલો હશે.અને તેણે કેટલા ઘર બરબાદ કર્યા હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).