Face Of Nation:અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પરમિટ સાથે દુકાનોમાં ખુલ્લેઆમ નોન આલ્કોહોલિક બિઅરના નામે આલ્કોહોલિક પીણું વેચાઈ રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં 6 જેટલી જગ્યા ઉપર આ દુકાનો ધમધમી રહી છે. નવાઈની વાત તો એ છે કે, આ દુકાનો પાસે આવા વિદેશી નૉન આલ્કોહોલિક પીણા વેચવા માટેના લાઈસન્સ પણ છે. આ તમામ પીણા પોલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, સ્પેન જેવા દેશોમાંથી પુષ્કળ પ્રમાણમાં આયાત કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
સેમ્પલ ટીન પરની વિગતો
વાન પુર નોન આલ્કોહોલિક બિઅર
આલ્કોહોલ: 0.5 ટકા
સરનામું: વાન પુર એસ.એ. યુઆઈ.
ઈમ્પોટર: નામ ઉલ્લેખ નથી
આલ્કોહોલ ધરાવતા પીણાં નોનઆલ્કોહોલના નામે વેચાય છે,અનેક વેપારીઓ બેરોકટોકપણે આલ્કોહોલ ધરાવતા પીણાં નોનઆલ્કોહોલના નામે વેચે છે. મહત્વનું છે કે, વિદેશથી ઇમ્પોર્ટ થતા આ પીણાના ટીન ઉપર ભારતના કોઈ ઈમ્પોટરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.યુવાનોમાં સૌથી વધુ આ પ્રકારના પીણાનો ક્રેઝ જોવા મળ્યો છે ખાસ કરીને કોલેજમાં ભણતા યુવાનો આ નોન આલ્કોહોલિક બિઅરનો ઉપયોગ કરતા હતા.