Home News આ 7 રાજ્યોમાં શાહીન વાવાઝોડું મચાવશે ભારે તબાહી, 3 દિવસનું એલર્ટ..

આ 7 રાજ્યોમાં શાહીન વાવાઝોડું મચાવશે ભારે તબાહી, 3 દિવસનું એલર્ટ..

Face Of Nation, 01-10-2021:  ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી 12 કલાકમાં વાવાઝોડું શાહીન મજબૂત થવાના અણસાર છે. આ પહેલા 26 સપ્ટેમ્બરના આંદ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાઓ પર વાવાઝોડા ગુલાબ એ ભારે તબાહી મચાવી હતી, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર હવામાન વિભાગના બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે લો પ્રેશર હવે વાવાઝોડું શાહીન માં બદલાઈ ગયું છે. જે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઇરાનની નજીક સ્થિત છે. વાવાઝોડાની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાત માં જોવા મળી શકે છે અને આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ  ના જણાવ્યા અનુસાર, વાવાઝોડું શાહીન આજે (1 ઓક્ટોબર ) મોડી રાતથી આવતી કાલ સવાર સુધીમાં ઘાતક રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. IMD ના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં પ્રવેશ કર્યા બાદ આગામી થોડા કલાકમાં વાવાઝોડું શાહીન પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.

આઇએમડીએ જણાવ્યું કે, વાવાઝોડું શાહીન સક્રિય થયા બાદ 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાઈ શેક છે. તેનાથી અરબ સાગરમાં ભારતીય દરિયા કિનારાથી પાકિસ્તાનમાં મકરનના દરિયા કિનારા ઓ તરફ આગળ વધવાની આશંકા છે.

વાવાઝોડા શાહીનની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પર જોવા મળશે નહીં, પરંતુ તેમ છતાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય વરસાદ અથવા છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આઇએમડીના એક અધિકારીએ કહ્યું, દિલ્હીમાં શુક્રવારના સામાન્ય વરસાદ અથવા છૂટોછવાટો વરસાદ સાથે સમાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની વાપસીમાં વિલંબ થવાને કારણે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સમાન્ય વરસાનું પૂર્વાનુમાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)