Home Uncategorized પુતિનની સિક્રેટ ગર્લફ્રેન્ડ અલિના અંડરગ્રાઉન્ડ; 3 બાળકો સાથે સ્વિટ્ઝર્લેન્ડના લક્ઝરી વિલામાં છુપાઈ...

પુતિનની સિક્રેટ ગર્લફ્રેન્ડ અલિના અંડરગ્રાઉન્ડ; 3 બાળકો સાથે સ્વિટ્ઝર્લેન્ડના લક્ઝરી વિલામાં છુપાઈ હોવાની શંકા!

Face Of Nation 22-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સિક્રેટ ગર્લફ્રેન્ડ બાબતે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અને પૂર્વ જિમ્નાસ્ટ અલિના કાબેવા સ્વિટ્ઝર્લેન્ડમાં છુપાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રશિયા, યુક્રેન અને બેલારુસના લોકોએ અલિના વિરુદ્ધ એક ઓનલાઈન પિટિશન કરી છે, જેમાં તેને સ્વિટ્ઝર્લેન્ડમાંથી બહાર કાઢવાની માગ કરવામાં આવી રહી છે દાવા મુજબ, અલિના તેનાં ત્રણ બાળક સાથે લક્ઝરી વિલામાં છુપાયેલી છે. આ પિટિશનના સમર્થનમાં અત્યારસુધીમાં 50 હજારથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. અલિનાની ઉંમર 38 વર્ષની છે અને તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે. અલિના પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીની સાંસદ પણ રહી ચૂકી છે.
અલિનાને સ્વિટ્ઝર્લેન્ડ મોકલવામાં આવી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ છતાં સ્વિટ્ઝર્લેન્ડ પુતિન સરકારની એક સહયોગીની યજમાની કરવાનું ચાલુ રાખે છે. એવા અહેવાલો વચ્ચે આ અરજી કરાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અલિનાને યુક્રેનના યુદ્ધ વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડ મોકલવામાં આવી છે. અલિના 7 વર્ષથી વધુ સમયથી રશિયન સરકાર સમર્થિત નેશનલ મીડિયા ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રમુખ પણ રહી છે. આ ડેઇલી મેલના જણાવ્યા અનુસાર, તેને દર વર્ષે લગભગ 8 મિલિયન યુરોનું વેતન પણ મળી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).