Home News ભાવનગર:આલ્કોક એશડાઉન કંપની બંધ થતા તમામ કર્મચારીઓને છૂટા કરાયા

ભાવનગર:આલ્કોક એશડાઉન કંપની બંધ થતા તમામ કર્મચારીઓને છૂટા કરાયા

ગુજરાત સરકાર હસ્તકની કંપનીને હેઠળ તમામ પ્રોજેક્ટ બંધ કરી તેને પડતા મુકવાના રહેશે

Face Of Nation:ગુજરાત સરકાર હસ્તકની ભાવનગર ખાતેની કંપની આલ્કોક એશડાઉનને આખરે તાળા લાગી ગયા અને આ કંપનીના તમામ કર્મચારીઓને વિધિવત છૂટા કરવામાં આવ્યાં હતા. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પરિપત્ર 1 જૂન, 2019ના રોજ જાહેર કરાયા બાદ અધિકારીઓએ મોડી અમલવારી કરી અને આ સમયગાળા દરમિયાન પોતાને યેનકેય જગ્યાઓએ સેટ કરી લીધા હોવાનો આક્ષેપ પણ કર્મચારીઓએ કર્યો છે.

મૂળ આલ્કોક એશડાઉન એ બ્રિટની કંપની હતી

રાજ્યપાલના નામે જાહરે થયેલા આ પરિપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે કંપનીને બંધ કરવાની રહેશે. જેમાં કર્મચારીઓને છૂટા કરવાના રહેશે. અમરેલી જિલ્લામાં ચાંચ ખાતેની જમીન આલ્કોક એશડાઉને ખરીદી હોય તેના નિકાલની પણ કાર્યવાહી કરવાની રહેશે. મૂળ તો આલ્કોક એશડાઉન એ બ્રિટની કંપની હતી જેને ભારતમાં કેન્દ્ર સરકારે 1975માં અને ત્યારબાદ ગુજરાત સરકારે 1994માં પોતાને હસ્તગત કરી હતી. અનેક જહોજોના નિર્માણ કરનારી આ કંપની હવે ભૂતકાળ થઇ ગઇ છે.હવે કંપની બંધ કરવામાં આવી હોય વહાણ બાંધવાના તમામ પ્રોજેક્ટ બંધ કરી કંપનીએ તેને પડતા મુકવાના રહેશે. કંપની બંધ કરવાની એનસીએલટીમાં કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી એક્ઝ.ડાયરેક્ટર, મેનેજર(એચઆર), હિસાબી કારકૂન તથા વહીવટી કારકૂન એમ ચાર કર્મચારીની સેવા ચાલુ રાખવાની રહેશે તેવો આદેશ કરાયો છે. એક સમયે ભાવનગરને શિપ બિલ્ડીંગ ક્ષેત્રે વિશ્વમાં લીડર બનાવવાની વાતો કરનારી સરકારે આલ્કોકને અલીગઢી તાળા માર્યા છે.