Home News આ 4 દિવસ બેન્કો રહેશે બંધ, જલદી પતાવી આ કામ નહીંતર પડશે...

આ 4 દિવસ બેન્કો રહેશે બંધ, જલદી પતાવી આ કામ નહીંતર પડશે ધક્કો

Face Of Nation, 24-08-2021: આવનારા દિવસોમાં જો આપને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ છે તો તમે ફટાફટ તેને પૂરું કરી દો. જો આવું ન કર્યું તો તમારે લાંબી રાહ જોવી પડશે. આવું એટલા માટે કારણ કે આ સપ્તાહમાં 4 દિવસ સતત બેંક બંધ રહેશે. નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકએ ઓગસ્ટ 2021ના મહિના માટે બેંક રજાઓની એક યાદી જાહેર  કરી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. જોકે, જેમ-જેમ કેલેન્ડર મહિનો આગળ વધ્યો, રજાઓ આવી ગઈ અને જતી પણ રહી. હવે આ મહિનાની માત્ર ચાર રજાઓ બચી છે. આ મહિનાના અંતિમ સપ્તાહ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બેંક બંધ રહશે. જોકે, આ દરમિય ન ઓનલાઇન બેન્કિંગ સર્વિસ અને એટીએમ સર્વિસિસ  ચાલુ રહેશે .

નોંધનીય છે કે, RBI અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક તહેવારોને ધ્યાને લઈ અલગ-અલગ ઝોન માટે બેંકની રજાઓની યાદી જાહેર કરે છે. RBIએ આ સપ્તાહમાં 4 દિવસની રજાઓ નિર્ધારિત કરી છે. જોકે, આ રજાઓ દરેક રાજ્યની બેંકો માટે લાગુ નથી.

30 ઓગસ્ટ, 2021ના રોજ જન્માષ્ટમી છે. આ દિવસે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત, 31 ઓગસ્ટ, 2021ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોનું કામકાજ નહીં થાય.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)