Home Uncategorized ખેડૂતોનું આંદોલન ખતમ, ઘર વાપસીનો નિર્ણય લેવાયો, સંયુક્ત કિસાન મોરચાએ કરી જાહેરાત

ખેડૂતોનું આંદોલન ખતમ, ઘર વાપસીનો નિર્ણય લેવાયો, સંયુક્ત કિસાન મોરચાએ કરી જાહેરાત

Face of Nation 09-12-2021: એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ખતમ થઈ ગયું છે. સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ પહેલા મોરચાએ લાંબી બેઠક કરી ત્યારબાદ ઘર વાપસીનો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ કિસાન મોરચાની ફરી બેઠક થશે. જેમાં આગળની રણનીતિની ચર્ચા થશે. ખેડૂતોની વાપસીની જાહેરાત બાદ 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડરથી ખેડૂતો હટશે.

સંયુક્ત કિસાન મોરચાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ખેડૂતોએ એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. અમે મોટી જીત લઈને જઈ રહ્યા છીએ. ખેડૂત નેતાઓએ કહ્યું કે 13 ડિસેમ્બરે સુવર્ણ મંદિર જઈશું. તેમણે કહ્યું કે ખેડૂતોના બલિદાનની જીત થઈ. ખેડૂતો આગળની રણનીતિ જલદી તૈયાર કરશે.

આ આઝાદી બાદનું સૌથી મોટું સંમેલન રહ્યું. આ આંદોલનથી ખેડૂતોની તાકાત અને હિંમત વધી છે. SKM એ કહ્યું કે સરકારને ઝૂકાવીને આંદોલન સ્થગિત કરી રહ્યા છીએ. પરંતુ 15 જાન્યુઆરીએ SKM આગળની રણનીતિ માટે બેઠક યોજશે.

ખેડૂતોએ બોર્ડર પર બનાવેલા પોતાના ટેન્ટ ઉખાડવાના શરૂ કરી દીધા છે અને તિરપાલ, બિસ્તરાને ટ્રકો અને ટ્રેક્ટરોમાં ભરવાનું શરૂ કરી દીધુ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને આથી તેઓ હવે પાછા ફરી રહ્યા છે.

આ બાજુ પંજાબના 32 ખેડૂત સંગઠનોએ ઘરે જવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. પંજાબના ખેડૂતો 11 ડિસેમ્બરથી ઘર વાપસી શરૂ કરશે. પ્રસ્તાવ મુજબ ખેડૂતો 11 ડિસેમ્બરના રોજ બોર્ડરથી નીકળશે અને 13 ડિસેમ્બરે અમૃતસરના હરમિન્દર સાહિબ પહોંચશે. ખેડૂત સંગઠનોએ ટોલ પ્લાઝાને પણ મુક્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)