ફેસ ઓફ નેશન, 30-04-2020 : અમદાવાદમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. કોટ વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસો હવે પશ્ચિમ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યા છે ત્યારે ઘાટલોડિયા સંજય નગર તરફ જતા આવતા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં કોરોનાના કેસો નોધાતા તંત્રએ આ પગલાં લીધા છે. સોલા રોડથી સંજય નગર થઈને ઘાટલોડિયા જતા રસ્તા ઉપર આડશો મૂકીને રોડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ અહીં રોડની બંને બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રીક્ષાઓ અને અન્ય સાધનોની આડશ મૂકીને રસ્તાઓ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે.
ઘાટલોડિયાનો સંજયનગર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જ્યાં કોરોનાના કેસો નોંધાયા છે. આ રોગ અહીં વધુ ફેલાય નહીં તે હેતુથી સાવધાની રાખવામાં આવી રહી છે. હાલ કોર્પોરેશન તંત્ર સહીત પોલીસ પણ સતર્ક બની ગઈ છે. સંજય નગર તરફ આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તરફ આવતા લોકોને પણ અટકાવીને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કોઈ કામ વિના બહાર નીકળે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સંજય નગરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જેથી કરીને લોકો ઘર બહાર ન નીકળે અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકાય. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક બનશે ?
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક બનશે ?