Home Religion કોરાનાનો હાહાકાર : ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વભરના મોટાભાગના ધાર્મિક સ્થાનો બંધ

કોરાનાનો હાહાકાર : ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વભરના મોટાભાગના ધાર્મિક સ્થાનો બંધ

Face Of Nation : વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે મોટાભાગના તમામ દેશોમાં ધાર્મિક સ્થાનો બંધ કરી દેવામાં આવ્યા છે. આવું પ્રથમ વાર બન્યું છે કે, વિશ્વના મોટાભાગના તમામ દેશોના ધાર્મિક સ્થાનો બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં લોકોને જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અમેરિકા, ઇટાલી, ચીન, ભારત, સહિતના અનેક દેશોમાં ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. પૂજા-પાઠ માટે માત્ર પૂજારીઓને જ મંદિરમાં રહેવાની છૂટ આપવામાં આવી છે.
કોરોના વાયરસ ચેપી હોવાથી અને તે શરીરના સ્પર્શથી પણ ફેલાય છે ત્યારે દરેક દેશમાં આવેલા ધાર્મિક સ્થાનો એક એવી જગ્યા છે જ્યાં લોકો મોટી માત્રામાં એકઠા થતા હોય છે જેને લઈને આવા ધાર્મિક સ્થાને કોરોના વાયરસ ઝડપી ફેલાવવાની દહેશતને લીધે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાતના જાણીતા ધાર્મિક સ્થાનોએ મંદિરથી લઈ ધાર્મિક મેળાઓ અને અન્ય મહાપુરૂષોના સ્મૃતિ સ્થળો બંધ રાખવાની જાહેરાત કરી છે.